Rain News : મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, 10 શહેરો અને 1હજાર જેટલા ગામોને પુરૂ પડાય છે પાણી, જુઓ Video

|

Sep 12, 2024 | 11:50 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મહેસાણાના ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાં 75.03 ટકા પાણીનો જથ્થો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મહેસાણાના ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાં 75.03 ટકા પાણીનો જથ્થો છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ત્યારે હાલમાં ધરોઈ ડેમની જળસપાટી 615.22 ફૂટ પહોંચી છે.

ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવે છે. 10 શહેરો અને 1 હજાર જેટલા ગામ અને પરાને પીવાનું પાણી આપવામાં આવે છે. ત્યારે નિયમિત રીતે 9 શહેર અને 538 ગામને ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગહી – અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદી માહોલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગોધરામાં વરસાદની શક્યતાઓ છે. વડોદરા, આણંદ, નડિયાદમાં 3થી4 ઇંચ વરસાદની શક્યતા છે.

Next Video