સમયના બદલાવ સાથે બાળકોની માનસિકતા બદલાઈ છે તેવા મહિલા આયોગનાં ચેરમેને દાવો કર્યો. માતા પિતા તરીકે નાનપણથી બાળકોને અપાતી સ્વતંત્રતા અંગે પણ મહિલા આયોગે સવાલ ઉઠાવ્યા હતા. બાળકો ખોટા રસ્તે વળેલા હોય તો પાછા લાવવા ખૂબ મુશ્કેલ હોવાથી નાનપણથી જ બાળકોનાં ઘડતરમાં ધ્યાન રખાય તેવી રજૂઆત કરી હતી. આજની પેઢી ખુબ જ સંવેદનશીલ છે ત્યારે તે કોઇ અજૂગતુ પગલું પણ ન ભરે તેનું ધ્યાન પણ રાખવું જોઇએ. સમાજના આગેવાનોને ટકોર કરતા મહિલા આયોગે કહ્યું કે, સમાજના બંધારણ બનતા હોય ત્યારે યુવા વર્ગને સાથે રાખી ચર્ચા વિચારણ કરી યોગ્ય તકેદારી રાખવાની જરૂર છે.
ધર્મિષ્ઠા ગજ્જર જણાવે છે કે આજે માતાપિતા નાની ઉંમરથી જ બાળકોને બધુ આપી દે છે. એના કારણે બાળકને પહેલેથી જ ઘણી સ્વતંત્રતા મળી જાય છે. જેના કારણે આગળ જતા બાળક 15-17 વર્ષનું થાય ત્યારે તે માતાપિતાના કંટ્રોલમાં પણ રહેતુ નથી. તે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બની જાય છે. એના કારણે આગળ જતા તેઓ માતાપિતાની ચિંતા કર્યા વગર એકબીજાને મનપસંદ પાત્ર સાથે જોડાતા હોય છે.
સમાજના આગેવાનોને પણ ધર્મિષ્ઠા ગજ્જરે વિનંતિ કરી કે જે પણ આગેવાનો સમાજના બંધારણ કે નિયમો ઘડતા હોય એ સમયે એ તમામ દીકરા-દીકરીઓને સાથે કરો. તેમની સાથે ખુલ્લા મનથી ચર્ચા કરો અને નિખાલસતા અને પ્રેમ-ભાવના સાથે અવેરનેસ લાવવાના કાર્યક્રમો કરીએ તો ચોક્કસથી આવી ઘટનાઓ બનતા રોકી શકાશે.
Input Credit- Ronak Varma- Ahmedbad