Dhandhuka: કિશન ભરવાડ કેસના હત્યારાઓને પોલીસ આજે ધંધુકા લાવશે, ધંધુકા, ભાવનગર અને તારાપુર આજે સજ્જડ બંધ પાળશે

|

Jan 30, 2022 | 7:59 AM

પોલીસે ધંધુકા નજીકની સર મુબારક દરગાહમાં સર્ચ કર્યું હતુ. સ્થાનિક પોલીસ દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશનમાં કિશન ભરવાડની હત્યામાં વપરાયેલું હથિયાર અને બાઈક મળી આવ્યા છે.

ધંધુકા(Dhandhuka)ના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. કિશન ભરવાડ હત્યા (Kishan Bharwad murder) કેસના પડઘા ગુજરાતમાં દુર દુર સુધી પડી રહ્યા છે. કિશન ભરવાડ હત્યાને લઇ ધંધુકા, ભાવનગર અને તારાપુર આજે સજ્જડ બંધ (Bandh) પાળશે તો કેસના હત્યારાઓને પોલીસ આજે ધંધુકા લાવશે.

અમદાવાદ જિલ્લાના ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. આ હત્યાકાંડમાં 6 મૌલવી સંકળાયેલા હોવાનો ખુલાસો થયો છે. જેમણે કિશન પહેલા જામનગરના એક યુવકની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. મૌલવીઓએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરનારને પાઠ ભણાવવા નેટવર્ક ઉભું કર્યું હતું. મૌલવી પાસેથી ભડકાઉ ભાષણ માટેનું સાહિત્ય પણ કબજે લેવાયું છે.

ધંધુકામાં કિશન ભરવાડની હત્યામાં મૌલવીના નામ સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ તેજ થયો છે. પોલીસે ધંધુકા નજીકની સર મુબારક દરગાહમાં સર્ચ કર્યું હતુ. સ્થાનિક પોલીસ દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશનમાં કિશન ભરવાડની હત્યામાં વપરાયેલું હથિયાર અને બાઈક મળી આવ્યા છે તો બીજી તરફ પોલીસ તપાસમાં જેહાદ માટે કામ કરતા બે સંગઠનોના નામ પણ સામે આવ્યાં છે. હાલમાં કિશન હત્યા કેસની તપાસ ગુજરાત ATSને સોંપવામાં આવી છે તો આરોપીઓ સામે ગુજસીટોક અને UAPA એક્ટ હેઠળ કાર્યવાહી થશે.

શું છે કિશન ભરવાડ હત્યા કેસ?

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટ કરાઇ હતી. જે બાદ વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટનો વિવાદ થયો હતો અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક કિશનની પોસ્ટ બાદ તેની હત્યાની સોપારી આપવામાં આવી હોવાની શક્યતા છે. એટલું જ નહીં હત્યા પહેલા રેકી પણ કરવામાં આવી હોવાની પોલીસને વિગતો મળી છે.

આ પણ વાંચો- Ahmedabad: હુમલાના પાંચ દિવસ બાદ BRTSના કર્મચારીનું મોત, પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા કર્યો ઈન્કાર

આ પણ વાંચો- અગસ્ત ક્રાંતિ ટ્રેનના એન્જિન સાથે પિલર અથડાવવાનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો, ઉચ્ચ કક્ષાની તપાસ ટીમના વલસાડમાં ધામા

Next Video