ધંધુકા કિશન ભરવાડ હત્યાની (Dhandhuka Kishan Bharwad murder)ઘટના બાદ આજે મોતને ભેંટેલા મૃતક કિશનની ઉત્તરક્રિયા કરવામાં આવી છે. મૃતક કિશનનું 12મું અને તમામ વિધી આજે પૂર્ણ કરવામાં આવી છે. આ નિમિતે મૃતકના વતન ચચાણા ખાતે મોટી સંખ્યામાં પોલીસ (Police)જવાનો તૈનાત કરાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ એલર્ટ પર રહી છે. મહત્વપૂર્ણ છે કે, કિશનના પરિવારજનોની નેતાઓ સહિત અનેક લોકો મુલાકાત લઈ રહ્યા છે.
તારીખ 25 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોઢવાડાના નાકે બાઈક પર આવેલા બે શખસોએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળીથી તો કિશન બચી ગયો પરંતુ બીજી ગોળીએ તેનો જીવ લઈ લીધો. આ હત્યા બાદ ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. કિશને એક ફેસબુક પોસ્ટ મૂકી હતી જેમાં ધાર્મિક બાબતોનો ઉલ્લેખ હતો. ફેસબુકની આ પોસ્ટને લઈને આરોપીઓએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
હત્યાકાંડમાં આતંકવાદ કે અંડરવર્લ્ડ કનેક્શન નહિ
કિશન ભરવાડ હત્યાકાંડના આરોપીઓની પાકિસ્તાની કનેક્શન પોલીસને મળ્યા નથી. ગુજરાત ATSએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીની તપાસમાં કિશન હત્યાકાંડના 8 આરોપીઓના પાકિસ્તાન સાથે કનેક્શનના કોઇ જ પુરાવા નથી મળ્યા. તો અંડર વર્લ્ડ સાથેના સંબંધોની વાતને પણ તપાસ અધિકારીઓએ રદીયો આપ્યો છે.
આ પણ વાંચો : આપના ત્રણ કોર્પોરેટરના રાજીનામા બાદ ઇસુદાન ગઢવીનો પલટવાર, કહ્યું ભાજપના ખરીદ-વેચાણથી જનતા વાકેફ
આ પણ વાંચો : Sabarkantha: આખરે તલોદ નગર પાલિકાનુ ગુંચવાયેલુ કોકડું ઉકેલાયુ, 7 ભાજપના નારાજ કોર્પોરેટરોએ સમાધાન કર્યુ