ગાંધીનગર (Gandhinagar)ના પેથાપુરમાં જમીન પચાવવાના કેસમાં ફસાયેલા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા (Dhabudi Maa) ફરાર છે. ગાંધીનગરમાં રહેતા મિલન પટેલની જમીન ધનજી ઓડે પચાવી પાડી હતી. તેમજ જમીન પર ગેરકાયદે એક ઓરડી (Land Grabbing)અને એક મંદિર બનાવી દેવામાં આવ્યું છે. જે મામલે ફરિયાદ દાખલ થતા ધનજી ઓડ, તેની પત્ની, પુત્ર વિપુલ ઓડ અને સુરેશ પટેલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા સામે પેથાપુર પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ધનજી ઓઢ,પત્ની, પુત્ર સહિત ચાર લોકોએ જમીન પચાવી પાડી હોવાનો આ ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં આ ગેરકાયદે પચાવી પાડેલી જમીનની બાજુમાં ધનજી ઓડે બે વીઘા જેટલી જમીન ખરીદી હતી. જે પછી બાજુની જમીન પણ પચાવી પાડવાનો જમીનના મૂળ માલિક મિલન પટેલે આક્ષેપ કર્યો છે. આ અંગે ગાંધીનગર કલેક્ટરે રચેલી SITદ્વારા તપાસ કરતા ગેરકાયદે કબ્જો કર્યો હોવાના પુરાવા મળી આવ્યા છે. જમીનના દસ્તાવેજની તપાસ થતા તેમાં મિલન પટેલનું જ નામ હોવાનું સામે આવ્યું છે.
અગાઉ 3 વર્ષ પહેલા પણ પેથાપુરમાં જ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ એક ગુનો નોંધાઇ ચુક્યો છે. ચાંદખેડા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધી ધનજી ઓડની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત વિવાદોમાં ફસાતા ધનજી ઓડ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-