Rajkot : જવરમલ બિશ્નોઈ આપઘાત મામલે તપાસનો ધમધમાટ, ઈન્ટ્રોગેટ કરનાર CBI ની ટીમ પણ રડારમાં

|

Mar 26, 2023 | 11:30 AM

CBI ને બિસન્નોઇ સામે લાંચની ફરિયાદ મળી હતી. જેના આધારે શુક્રવારે CBIએ બિશ્નોઈની ચેમ્બરમાં રેડ કરી હતી અને તેમને 5 લાખ રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

રાજકોટમાં ફોરેન ટ્રેન્ડના જોઇન્ટ ડાયરેક્ટર જવલરામ બિશ્નોઈ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.પરિવારજનોના આક્ષેપ બાદ આ મામલો ગંભીર બન્યો છે. માહિતી મુજબ ઈન્ટ્રોગેટ કરનાર CBI ની ટીમ પણ તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, જવમલ બિશ્નોઈ રાજકોટમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. CBI ને બિશ્નોઈ સામે લાંચની ફરિયાદ મળી હતી. જેના આધારે શુક્રવારે CBIએ  બિશ્નોઈની ચેમ્બરમાં રેડ કરી હતી અને તેમને 5 લાખ રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

મહત્વનું છે કે CBI દ્રારા બિશ્નોઈના ઘરે તપાસ કરતા ત્યાંથી 50 લાખ રૂપિયાની રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા.જે બાદ તેમનાબેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.  આ મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા હતા.

પરિવારજનોએ CBI  ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો

બનાવની જાણ થતા બિકાનેરથી જે.એમ.બિશ્નોઈના ભાઇ સંજય ગીલા સિવીલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સંજયે સીબીઆઇના અધિકારીઓ પર તેમના ભાઇની હત્યાનો આક્ષેપ લગાવ્યો હતો. સંજયે વધુમાં હતું કે સીબીઆઇ દ્રારા લાંચ કેસમાં તેના ભાઇને ડિટેઇન કર્યા બાદ પરિવારને કોઇ જ માહિતી આપી નથી. સીબીઆઇ ષડયંત્રના ભાગરૂપે તેમના ભાઇને ફસાવી રહ્યા છે.

Next Video