બહુચરાજીમાં 343 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત ! ભર શિયાળે બહુચરમાતાને રસ-રોટલીનો પ્રસાદ ધરાવાયો, જુઓ Video

બહુચરાજીમાં 343 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત ! ભર શિયાળે બહુચરમાતાને રસ-રોટલીનો પ્રસાદ ધરાવાયો, જુઓ Video

| Edited By: | Updated on: Nov 23, 2025 | 11:45 AM

શિયાળાની કડકડતી ઠંડીમાં દર વર્ષે બહુચરાજીમાં માતાજીને રસ-રોટલીનો પ્રસાદ ધરવામાં આવે છે અને પછી લાખો ભક્તો આ પ્રસાદ ગ્રહણ કરે છે. 343 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે.યાત્રાધામ બહુચરાજીમાં માગસર સુદ બીજના દિવસે રસ-રોટલી ધરાવવાની પરંપરા છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં દર વર્ષે બહુચરાજીમાં માતાજીને રસ-રોટલીનો પ્રસાદ ધરવામાં આવે છે અને પછી લાખો ભક્તો આ પ્રસાદ ગ્રહણ કરે છે. 343 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે.યાત્રાધામ બહુચરાજીમાં માગસર સુદ બીજના દિવસે રસ-રોટલી ધરાવવાની પરંપરા છે. કેરીનો રસ ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળામાં આવે. પરંતુ યાત્રાધામ બહુચરાજીમાં શિયાળાની શરૂઆતે જ કેરીનો રસ માતાજી સમક્ષ પ્રસાદ રૂપે ધરાવવામાં આવે છે.

માન્યતા છે કે આજેથી 343 વર્ષ પહેલા વલ્લભ ભટ્ટને જ્ઞાતિજનોએ મહેણું માર્યું હતું કે. શિયાળામાં રસનું જમણવાર કરો.એ યુગમાં તો કોલ્ડ સ્ટોરેજ હતા નહીં એટલે શિયાળામાં કેરીનો રસ શક્ય હોય નહીં પણ કહેવાય છે કે માતાજીએ ભક્તની લાજ રાખી હતી. જેમને શિયાળામાં કેરીનો રસ ઉપલબ્ધ કરાવ્યો હતો. બસ ત્યારથી આ પરંપરા આજે પણ જીવંત છે. જેમાં હજારો ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ રસ રોટલીનો પ્રસાદ ગ્રહણ કરે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો