અંબાજી મંદિરે એક ભક્તે ઉત્તરાયણ પર્વે 3.27 લાખનો સુવર્ણ હાર ભેટ ધર્યો, જુઓ

| Edited By: | Updated on: Jan 14, 2024 | 9:44 PM

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તો દ્વારા સોના અને સોના ચાંદીના દાગીનાની ભેટનો પ્રવાહ અવિરત છે. શક્તિપીઠ અંબાજી મંદિરે આવતા ભક્તો અહીં માના ચરણોમાં સુવર્ણ ભેટ ધરતા હોય છે. સુરત, જોધપુર અને બાડમેરથી આવેલા ભક્તોમાંથી એક ભક્તે માતાજીના ચરણોમાં સોનાના હારની ભેટ ધરી હતી.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તો દ્વારા સોના અને ચાંદીના દાગીનાની ભેટ ધરવામાં આવે છે. અહીં મદિરને સુવર્ણથી મઢવામાં આવતુ હોઈ ભક્તો સોનાનું દાન કરે છે. તો આ ઉપરાંત ભક્તો સુવર્ણ ઘરેણાંની ભેટ ચડાવતા હોય છે. આવી જ રીતે ચાર દિવસથી યાત્રા પર નિકળેલા ભક્તોએ અંબાજી પહોંચતા માતાજીના દર્શન કર્યા હતા. જેમાંથી એક ભક્તે ઉત્તરાયણના દિવસે સોનાનો હાર ચડાવ્યો હતો.

આ પણ વાંચો:  ભારત પાકિસ્તાન બોર્ડર પર જામ્યો પતંગોત્સવ, 16 દેશના પતંગબાજોએ લીધો હિસ્સો

જોધપુર, સુરત અને બાડમેરથી દર્શન કરવા માટે અંબાજી દર્શન કરવા માટે આવ્યા હતા. જેઓ ચાર દિવસથી નિકળીને નાકોડા, બાડમેક, માંડોલ અને સોનાના ખેતલાજીના દર્શન કરીને અંબાજી પહોંચ્યા હતા. જ્યાં એક ભક્તે સોનાનો હાર 3.27 લાખનો ભેટ ધર્યો હતો. 58 ગ્રામ વજન ધરાવતા સોનાના હારને માતાજીને ભેટ ધર્યો હતો.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો