Gir Somnath: ગીર સોમનાથમાં બિપરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર જોવા મળી રહી છે. તોફાની પવનો સાથે મોડીરાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સ્થાનિકો નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.
આ પણ વાંચો-ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, ઓઈલ રીંગના 50 કર્મચારીઓને કરાયા એરલિફ્ટ, જુઓ PHOTO
સૂત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે તો તાલાળામાં 4 ઇંચ અને કોડીનાર, ઉનામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરગઢડામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે તાતીવેલા ડાભોરની દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો