Devbhumi Dwarka : ખંભાળિયાના લોકમેળામાં મહિલાના વાળ ચકડોળમાં ફસાયા, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ,જુઓ Video

| Edited By: | Updated on: Sep 21, 2023 | 9:17 AM

દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાના મેળામાં (Lokmela) આવેલી રાઈડમાં (ride) દુર્ઘટના સર્જાતા રહી ગઈ. શિરેશ્વરના મેળામાં મહિલાના વાળ ચકડોળમાં ફસાતા દોડધામ મચી ગઈ. મહિલાએ બૂમાબૂમ કરતાં સૌ કોઈ ચોંકી ગયા હતા અને તાત્કાલિક ચકડોળ રોકી દેવામાં આવ્યું હતુ અને મહિલાને બચાવવા પ્રયત્નો શરૂ કરાયા હતા. 

Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાના મેળામાં (Lokmela) આવેલી રાઈડમાં (ride) દુર્ઘટના સર્જાતા રહી ગઈ. શિરેશ્વરના મેળામાં મહિલાના વાળ ચકડોળમાં ફસાતા દોડધામ મચી ગઈ. મહિલાએ બૂમાબૂમ કરતાં સૌ કોઈ ચોંકી ગયા હતા અને તાત્કાલિક ચકડોળ રોકી દેવામાં આવ્યું હતુ અને મહિલાને બચાવવા પ્રયત્નો શરૂ કરાયા હતા.

આ પણ વાંચો- Kheda : વાત્રક નદીમાં પૂરમાં 4 દિવસથી 15થી વધુ કપિરાજ ફસાયા, વનવિભાગે દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ Video

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં શિરેશ્વરનો મેળો ચાલી રહ્યો છે. તે સમયે એક મહિલાના વાળ ચકડોળમાં ફસાઇ ગયા હતા. જે પછી  મેળાના સંચાલકો તાત્કાલિક ચકડોળ પર ચડી ગયા. મહિલાને બચાવવા ઊંચા ચકડોળ પર દિલધકડ બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું.

ચકડોળમાં મહિલાના વાળ એવા ફસાઈ ગયા હતા કે તેને કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જેથી વાળ કાપીને મહિલાને બચાવવામાં આવી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચકડોળમાં મહિલાના વાળ ફસાઈ ગયા હતા અને ઘટનાને જોવા માટે નીચે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે કોની બેદરકારીથી આ ઘટના સર્જાઈ તે મોટો સવાલ છે.

ખેડા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો