દેવભૂમિ દ્વારકા : કલ્યાણપુર પંથકમા વરસાદી માહોલ, કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકામાં વાતાવરણમાં પલટો આવતા ગઈ કાલે રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્ચાણપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુર પંથકના કેનેડી, ખાખરડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યુ છે. કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યુ છે. દેવભૂમિ દ્વારકામાં વાતાવરણમાં પલટો આવતા ગઈકાલે રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્ચાણપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુર પંથકના કેનેડી, ખાખરડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યુ છે. કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેતરમાં રહેલા પાકને નુકસાન થવાની ભીતિ છે.
તો ગીર સોમનાથ,અમરેલી, જુનાગઝ સહિતના પંથકોમાં વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના તાતાલા, ગીર જંગલોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ગીર સોમનાથ પંથકમાં મોરુકા, જસાપુર, અમૃતવેલ સહિતના ગામોમાં વરસાદ જોવા મળે છે. રસ્તાઓ પરથી પાણી વહેતા થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.
