Banaskantha: ગામડાઓની દયનીય સ્થિતિ, સરહદના ગામડાઓમાં હજી પણ ‘ટેન્કર રાજ’, જુઓ Video

| Edited By: | Updated on: May 21, 2023 | 8:42 PM

બનાસકાંઠા જિલ્લાના ગામડાઓની દયનીય સ્થિતિ સામે આવી છે કારણ કે અહી પાણી માટે વલખા મારતા ગામડાઓ સાથે પાણી વગર તરસતા ગામલોકોની વેદના સ્પષ્ટ જણાઈ આવે છે. જોકે ટેન્કરની વ્યવસાથા તો કરાઇ પરંતુ 2 હજારની વસ્તી વચ્ચે માત્ર 2 ટેન્કર ફાળવ્યા છે.

ઉનાળો વધુને વધુ આકરો બની રહ્યો છે. ગરમીમાં જનજીવન તપી રહ્યુ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીનો પોકાર વધુ પ્રબળ બની રહ્યો છે. જિલ્લાના વાવ પંથકના લુદ્રાણી,ચોથાર નેસડા, રાજસના સહિતના અનેક ગામો પાણી વગર તરસ્યા બન્યા છે. પીવાનું કે રોજિંદા વપરાશનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરઉનાળે ધગધગતા તાપમાં આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર છે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા લોદ્રાણી ગામમાં સ્થિતિ વધુ વણસી છે.

આ પણ વાંચો : બનાસકાંઠાના દિયોદરમાં આંબલીવાળા વિસ્તારમાં આખલા યુદ્ધ, રાહદારીઓમાં ભયનો માહોલ

વાવ તાલુકાનું લુદ્રાણી ગામ 2 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં માનવીઓ જ નહીં અબોલ પશુઓ પણ પીવાના પાણી માટે તરફડિયા મારવા મજબૂર છે. ગામમાં આજે પણ ટેન્કર રાજ ચાલે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા 2 ટેન્કર પાણી મોકલાય છે. પરંતુ ગામની વસ્તીને જોતા આટલુ પાણી પુરતુ નથી. ટેન્કર આવતા જ ગામમાં પીવાનું પાણી મેળવવા લોકોની પડાપડી થતી જોવા મળે છે.

 બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો