Surat : તહેવારોને ધ્યાને રાખી SMCના ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, માવાના વિક્રેતાઓને ત્યાંથી લેવાયા નમુના, જૂઓ Video

| Edited By: | Updated on: Aug 24, 2023 | 3:40 PM

લોકોના સ્વાસ્થ્યને (Health) ધ્યાનમાં લઈને આજે સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો (Food Safety Officers) દ્વારા દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમ બનાવીને વિક્રેતાઓને ત્યાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા. આ નમુનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Surat : આગામી સમયમાં રક્ષાબંધન (Rakshabandhan) અને બાદમાં સાતમ આઠમ સહિતના પર્વ આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મીઠાઈ આરોગતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યને (Health) ધ્યાનમાં લઈને આજે સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો (Food Safety Officers) દ્વારા દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમ બનાવીને વિક્રેતાઓને ત્યાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા. આ નમુનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટમાં જો ધારાધોરણ મુજબ માલુમ નહી પડે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો-Gujarati Video : રાજ્યમાં હવે બોર્ડના પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ, ગ્રાન્ટેડ શાળાઓને મળશે 100 ટકા ગ્રાન્ટ

ફૂડ સેફટી ઓફિસર ડી કે પટેલના જણાવ્યા અનુસાર આગામી રક્ષાબંધનના તહેવાર નિમિતે સુરત શહેરમાં મીઠાઈઓનું વેચાણ થતું હોય અને તેમાં જે માવો વપરાય છે તે માવાના નમુના લેવામાં આવ્યા છે.આ કામગીરી સુરતના તમામ ઝોનની અંદર કરવામાં આવી હતી.ભાગળ, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં માવા વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.વિક્રેતાઓને ત્યાંથી નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રીપોર્ટમાં ધારા ધોરણ મુજબ માલુમ નહી પડે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો