સુરતના પુણા વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગઈકાલે AAPના કોર્પોરેટરોની આગેવાનીમાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ વચ્ચે મેયર પાછલા દરવાજેથી નીકળતા નજરે પડ્યા હતા. આ સમગ્ર મામલે મેયર હેમાલી બોઘાવાલા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકિરયા સામસામે આવી ગયા છે. બંનેએ એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા છે. મેયરે દાવો કર્યો કે AAPના અન્ય કોર્પોરેટરો અને લોકો સાથે મુલાકાત થઈ હતી. તેઓને કામ અંગે સમાજવાયા હતા અને તેઓ સંતુષ્ટ હતા.પરંતુ પાયલ સાકરિયાએ પોતાનું વર્ચસ્વ ઓછું થવાના ડરથી લોકોને ગેરમાર્ગે દોર્યા. અને પાછલા દરવાજેથી નીકળવા અંગે તેમણે કહ્યું કે- બીજી મીટિંગ હોવાથી તેમને નીકળવું પડ્યું હતું