Breaking News : ગાંધીનગરમાં ડેન્ગ્યુનો હાહાકાર, અર્ધલશ્કરી દળના 14 જવાનો સંક્રમિત, જુઓ Video

Breaking News : ગાંધીનગરમાં ડેન્ગ્યુનો હાહાકાર, અર્ધલશ્કરી દળના 14 જવાનો સંક્રમિત, જુઓ Video

| Updated on: Oct 03, 2026 | 2:03 PM

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના જવાનોમાં ડેન્ગ્યુનો વ્યાપ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય એકતા દિવસની પરેડની તૈયારીઓ માટે આવેલા 70માંથી 14 જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ગાંધીનગરમાં ડેન્ગ્યુનો ભય જોવા મળી રહ્યો છે, જ્યાં અર્ધલશ્કરી દળના અનેક જવાનો આ વાયરલ રોગનો ભોગ બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રીય એકતા દિવસની પરેડની તૈયારીઓ માટે ગાંધીનગર આવેલા 70 જવાનોમાંથી 14 જવાનોનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ જવાનો ગાંધીનગરના સેક્ટર 28 અને 29માં આવેલા આવાસમાં રોકાયા હતા, જ્યાં રોકાણ દરમિયાન તેમને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

આ ઘટના સામે આવતાની સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું. તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ અને અન્ય નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આટલી મોટી સંખ્યામાં જવાનો ડેન્ગ્યુની ઝપેટમાં આવતા તંત્રની પ્રાથમિક નિવારણ કામગીરી અને સંકલન પર સવાલો ઉભા થયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો જવાનોને રોકાણ માટે ફાળવાયેલી અન્ડર-કન્સ્ટ્રક્શન સાઈટ પર સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હોત, તો આ પ્રકારના ચેપને અટકાવી શકાયો હોત. ગાંધીનગરમાં ડેન્ગ્યુના વધતા જતા કેસો ચિંતાનો વિષય બન્યા છે.

સીધા કોર્પોરેશનની ચૂંટણીના મેદાનમાં, ગાંધીનગરના વોર્ડ-6માં ભાજપના ઉમેદવારની અનોખી કહાની 

Published on: Oct 03, 2026 01:59 PM
Follow Us
Loading...
Unable to load recommendations.