કોરોનાની દહેશત : અરવલ્લી જિલ્લામાં કલમ 144 લાગુ, કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા આદેશ
અરવલ્લી જિલ્લામાં કોરોના ત્રીજી લહેર અગાઉ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ચારથી વધી વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં(Gujarat)સતત વધી રહેલા કોરોના(Corona)અને કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના (Omicron)વધતા કેસને લઇને હવે જિલ્લા વહીવટીતંત્ર પર સાબદું થયું છે. જેના ભાગરૂપે રાજ્યના અરવલ્લી(Aravalli) જિલ્લામાં કોરોના ત્રીજી લહેર અગાઉ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ચારથી વધી વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કોરોના ગાઇડ લાઇનનું ફરજિયાતપણે પાલન કરવા સૂચના
આ અંગે અરવલ્લી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામામાં કોરોનાના વધતા સંક્રમણના પગલે જિલ્લામાં કોઇપણ સ્થળે સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ સલામતીના ભાગરૂપે જિલ્લામાં દરેક ઓફિસ અને જાહેર બાગ બગીચામાં પણ કોરોના ગાઇડ લાઇનનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.
કલમ 144 નો મુખ્ય ઉદ્દેશ્ય
કલમ 144 નો મુખ્ય ઉદ્દેશ્ય વધુ લોકોને એક જગ્યાએ ભેગા થવાથી અટકાવવાનો છે. જ્યારે લોકોના એકઠા થવાનો ભય હોય ત્યારે સરકાર આ કલમ લાગુ કરે છે.
કલમ -144 શું છે અને ક્યારે લાગુ કરવામાં આવે છે
સીઆરપીસીની કલમ 144 શાંતિ જાળવવા અથવા કોઈ કટોકટી ટાળવા માટે લાદવામાં આવી છે. સલામતી, સ્વાસ્થ્ય માટેના જોખમો અથવા તોફાનોની સંભાવના હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વિભાગ -144 જ્યાં પાંચ કે તેથી વધુ લોકો એકઠા થઈ શકતા નથી. આ કલમ લાગુ કરવા વિસ્તારના જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. આ કલમ લાગુ થયા પછી તે વિસ્તારમાં શસ્ત્રો વહન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે
આ પણ વાંચો : VADODARA : કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્રની વધુ એક બેદરકારી, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો : Bhavnagar: જીતુ વાઘાણી- વિભાવરી દવે વચ્ચેનો ગજગ્રાહ આવ્યો સામે, ભાવનગર ભાજપમાં બન્યો ચર્ચાનો વિષય