Porbandar Video : પોરબંદરના બરડા પંથકમાં ગૌચરની જમીન પર હાથ ધરવામાં આવ્યુ ડિમોલેશન
રાજ્યમાં અવારનવાર ડિમોલેશન હાથ ધરવામાં આવે છે. આવી જ ડિમોલેશનની ઘટના હાથ ધરવામાં આવી છે. પોરબંદર પંથકના કુણવદર ગામે ગૌચરની જમીન પર થયેલ દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવ્યુ છે. આ દબાણ હટાવવા કુણવદર ગ્રામપંચાયત દ્વારા રજૂઆત કરાઈ હતી. તેમજ ગૌચરની જમીન પર થયેલા દબાણને દૂર કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Porbandar : રાજ્યમાં અવારનવાર ડિમોલેશન હાથ ધરવામાં આવે છે. આવી જ ડિમોલેશનની ઘટના હાથ ધરવામાં આવી છે. પોરબંદર પંથકના કુણવદર ગામે ગૌચરની જમીન પર થયેલ દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવ્યુ છે. આ દબાણ હટાવવા કુણવદર ગ્રામપંચાયત દ્વારા રજૂઆત કરાઈ હતી. તેમજ ગૌચરની જમીન પર થયેલા દબાણને દૂર કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તો બીજી તરફ પંચમહાલમાં પાલિકા કર્મચારીઓ અને ફ્રુટની લારીધારક વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ.જેના પગલે દબાણ શાખાની ટીમ ઉપર જ ફળથી ભરેલી લારી ઉથલાવી દેવામાં આવી હતી. રસ્તાઓ પર દબાણ કરતા લારી ગલ્લાઓ વાળાઓને અનેકવાર ચેતવવા છતા પણ તેઓ દબાણ દૂર કરતા હોતા નથી. આ દરમિયાન દબાણ શાખાની ટીમ પર જ લારી ઉથલાવી દેતા હોબાળો મચી ગયો હતો.આ મામલે પાલિકાના કર્મચારીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ કરીને રોષ દાખવ્યો હતો.