રાજકોટના પોશ વિસ્તારમાં આવતીકાલની શાંતિ જોખમાય નહીં તે માટે અશાંતધારો લાગુ પાડવા સ્થાનિકોની માંગ

author
| Edited By: | Updated on: Mar 17, 2025 | 5:55 PM

રાજકોટના પોશ વિસ્તારની પારસ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારની કેટલીક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી વિધર્મીને મિલકતનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના પગલે, પારસ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારની સોસાયટીના રહીશો આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચિંતીત છે.

રાજકોટના પોશ કહી શકાય તેવા વિસ્તારની મિલકતો ટપોટપ વિધર્મીને વેચાઈ રહી હોવાથી અન્ય રહીશો ચિંતામાં મૂકાયા છે. આ રહીશોએ આજે એકઠા થઈને તેમની સોસાયટીવાળા વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવા માટે રજૂઆત કરી હતી.

વાત છે રાજકોટના પોશ વિસ્તારની પારસ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારની કેટલીક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી વિધર્મીને મિલકતનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના પગલે, પારસ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારની સોસાયટીના રહીશો આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચિંતીત હતા. સ્થાનિક રહીશોએ લાગતા વળગતા સંબધિત અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓ સમક્ષ પણ તેમની આપવીતિ રજૂ કરી હતી.

જો કે કોઈ નિવેડો નહીં આવતા અને સ્થિતિમાં કોઈ ફેરફાર ના થતા, આખરે પારસ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારની અન્ય સોસાયટીના રહીશોએ આ વિસ્તારમાં અશાંત વિસ્તાર ધારો લાગુ પાડવા માટે રજૂઆત કરી હતી. તેમનું કહેવું છે કે, આ વિસ્તારમાં અમૂક હદ સુધી અશાંત ધારો લાગુ પડે છે. પરંતુ જે હદમાં અશાંત ધારો લાગુ નથી પડતો તે હદની મિલકતોનું વેચાણ વિધર્મીને થઈ રહ્યું છે. અગાઉ પણ આ સમગ્ર વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવા માટે રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

( Input Credit- Mohit Bhatt- Rajkot )

 

ગુજરાતના તમામ નાના મોટા અને મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.