સુરેન્દ્રનગર : વિકાસના મોડલ વચ્ચે વરવી વાસ્તવિકતા, કેબિનેટ પ્રધાનના વિસ્તારની પંચાયત જ ખંડેર હાલતમાં, જુઓ VIDEO

|

Aug 06, 2022 | 2:02 PM

દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પંચાયતની જર્જરિત હાલતનો વીડિયો વાયરલ (Video Viral) કરી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

સુરેન્દ્રનગરના (Surendranagar) લીંબડી તાલુકાના (Limbdi) અંતરિયાણ રાણાગઢ ગામે પંચાયતનું મકાન અત્યંત જર્જરિત થઇ ગયું છે. પંચાયતના મકાનમાં અંદર ઠેર-ઠેર છતના પોપડા પડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. પંચાયતની (Ranagadh Gram Panchayat) ઇમારત એટલી જર્જરિત થઇ ગઇ છે કે તેની હાલત બિલકુલ ખંડેર જેવી થઇ ગઇ છે.દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પંચાયતની જર્જરિત હાલતનો વીડિયો વાયરલ (Viral Video) કરી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. 10 હજારની વસ્તી ધરાવતું રાણાગઢ એ છેવાડાના આદિવાસી વિસ્તારમાં આવેલું ગામ હોવાથી અહીં કોઇ સુવિધા ન હોવાનો નૌશાદ સોલંકીએ આક્ષેપ કર્યો છે.

દીવા તળે અંધારું સમાન ગામડાની પંચાયતો

તમને જણાવી દઈએ કે,રાણાગઢ લીંબડી તાલુકામાં આવે છે.સૌથી નવાઈની વાત તો એ છે કેબિનેટ પ્રધાન કિરીટસિંહ રાણા (Kiritsinh Rana) લીંબડીના છે તો જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રાણાગઢ ગામના છે.તેમ છતાં ગામમાં વિકાસના નામે મીંડુ હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. આ અગાઉ સાયલા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયત ઘર જ જર્જરિત હાલતમાં હોવાનું અગાઉ બહાર આવ્યું હતુ. આ બાબતે નડાળા પંચાયતે જર્જરિત અને દફતરની જાળવણી માટે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. સરકાર ગામડાનો વિકાસ ઝડપભેર બનાવવા માંગે છે પરંતુ દીવા તળે અંધારું સમાન ગામડાની પંચાયત ઘર જોવા મળે છે.

Next Video