GUJCET 2022 માટેની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી ભરી શકાશે ફોર્મ

GUJCET 2022 માટેની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી ભરી શકાશે ફોર્મ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 8:09 AM

GUJCET એટલે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તે રાજ્ય-સ્તરની સામાન્ય પ્રવેશ પરીક્ષા છે. તે GSEB દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા ઇજનેરી, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે છે.

ગુજકેટની પરીક્ષા (Exam)ને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે. GUJCET 2022 માટેની પરીક્ષા ફોર્મ (Exam form)ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 25 જાન્યુઆરીથી થી 5 ફેબ્રુઆરી સુધી GUJCET 2022 માટેની પરીક્ષાના ફોર્મ ભરી શકાશે. જેના માટે વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

રાજ્યનાં શિક્ષણ વિભાગનાં આદેશ અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A,B અને AB ગ્રુપનાં HSC વિજ્ઞાન પ્રવાહનાં ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET–2022)ની પરીક્ષા માટેની માહિતી અને ONLINE ફોર્મ ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવી છે. GUJCET-2022ની પરીક્ષાનું ફોર્મ બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તારીખ 25 જાન્યુઆરી 2022 બપોરે 12:30 કલાકથી તારીખ 5 ફેબ્રુઆરી 2022 દરમિયા ઓનલાઇન ભરી શકાશે.

પરીક્ષાની ફી ઓનલાઇન ભરી શકાશે

ગુજકેટની પરીક્ષાની ફી રૂ. 300 નક્કી કરવામાં આવી છે. SBI નેટબેકિંગ દ્વારા આ ફી વિદ્યાર્થીઓ ઓનલાઇન ભરી શકશે.

GUJCET શું છે?

GUJCET એટલે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તે રાજ્ય-સ્તરની સામાન્ય પ્રવેશ પરીક્ષા છે. તે GSEB દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા ઇજનેરી, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે છે. પ્રવેશ પરીક્ષા પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા દ્વારા અનુસરવામાં આવે છે. હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ત્રણેય ભાષાઑમાં આ પરીક્ષા આપી શકાય છે.

આ પણ વાંચો-

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની સીધી ખરીદી કરશે,લઘુત્તમ ટેકાના ભાવ પણ નક્કી કરાયા

આ પણ વાંચો-

અમદાવાદમાં 500 જેટલી હોસ્પિટલને લાગી શકે છે તાળા, જાણો શું છે કારણ

 

g clip-path="url(#clip0_868_265)">