ડીસાના ઢોલાસરી તળાવમાં કરોડોની પાઇપલાઇન નાખવા છતાં નથી પહોંચ્યુ પાણી, 100 વધુ ખેડૂતોની વધી મુશ્કેલી

ડીસાના ઢોલાસરી તળાવમાં કરોડોની પાઇપલાઇન નાખવા છતાં નથી પહોંચ્યુ પાણી, 100 વધુ ખેડૂતોની વધી મુશ્કેલી

| Edited By: | Updated on: Nov 21, 2026 | 6:14 PM

ડીસાના ઢોલાસરી તળાવમાં એક વર્ષથી પાણી નહીં પહોંચતાં 100થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કરોડોની પાઇપલાઇન છતાં પાણી ન મળતાં ખેડૂતોનો લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ ગયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણી પહોંચાડવાની માગ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ભાચરવા અને કોચાસણા ગામ વચ્ચે આવેલા ઢોલાસરી તળાવમાં છેલ્લા એક વર્ષથી પાણી નહીં પહોંચતાં 100થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં તળાવ સુધી પાણી પહોંચતું નથી.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગત વર્ષે તળાવમાં પાણી આવ્યા બાદ દર વર્ષે પાણી મળવાની આશા જાગી હતી. આ આશા સાથે ખેડૂતોએ ખેતી માટે મોટર, મશીન અને વીજ કનેક્શન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, છેલ્લા એક વર્ષથી તળાવમાં પાણી નહીં આવતાં ખેડૂતોનો આ ખર્ચ વ્યર્થ ગયો છે અને તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમગ્ર મામલે ખેડૂતો હવે સરકારની યોજના અને તેની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. કરોડોની પાઇપલાઇન નાખ્યા બાદ પણ તળાવમાં પાણી કેમ પહોંચતું નથી અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચની જવાબદારી કોની, તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો દ્વારા ઢોલાસરી તળાવમાં તાત્કાલિક પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવા અને તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી છે.

વડોદરા: ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેના સ્પોર્ટ્સ સંકુલની દુર્દશા, પ્રજાના પૈસાનો થયો વ્યય! VIDEO

Follow Us
Loading...
Unable to load recommendations.