સુરતના યુવક દીપ પ્રજાપતિએ બંગાળ ચૂંટણીઓ પહેલા બંગાળની શું સ્થિતિ છે તેના પર વીડિયો અને ડોક્યુમેન્ટ્રી બનાવ્યા હતા. આ વીડિયોના નાના શોર્ટસ એટલા વાયરલ થયા કે તે મમતા બેનરજીની નજરે ચડ્યા. હવે મમતા બેનરજીને આ આ દીપ પ્રજાપતિ આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યા છે. મમતાએ કહ્યુ કે ગુજરાતીઓ અહીંયા આવીને શું કરે છે.
આપને જણાવી દઈએ કે દીપ પ્રજાપતિ ભાજપનો સમર્થક છે અને તેનુ માનવુ છે કે ભાજપ રાષ્ટ્રવાદી પાર્ટી છે અને બંગાળમાં સ્થિતિ સારી નથી. આ ચૂંટણીમાં બંગાળમાં બીજેપી જીતે તે બંગાળની સ્થિતિ સુધરી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે દેશના કોઈપણ નાગરીકને કોઈપણ દેશમાં કોઈપણ ભાગમાં હરવા ફરવાનો હક્ક છે પરંતુ મમતા દીદીને બાંગ્લાદેશીઓ બંગાળમાં ઘુસી જાય છે તેની ચિંતા નથી. પરંતુ એક ગુજરાતી બંગાળ આવ્યો તો એવુ કહે છે કે ગુજરાતીઓ અહીં શું કરે છે.
વધુમાં દીપ પ્રજાપતિએ જણાવ્યુ કે તેમણે બંગાળનો ચિત્તાર રજૂ કરતા જે પ્રકારના વીડિયો બનાવ્યા છે તેનાથી મમતા બેનરજીને તેઓ નામથી પણ ખટકી રહ્યા છે અને ચૂંટણી બાદ અગર જો ફરી ટીએમસી જીતે છે તો તેમની બંગાળ પોલીસ દ્વારા ધરપકડ થઈ શકે છે. તેમને અનેક પ્રકારના ખોટા કેસ કરીને ફસાવવામાં આવશે. જો એકવાર બંગાળ પોલીસે તેમની ધરપકડ કરી તો તેમને નથી લાગતુ કે તે જીવિત રહી શકશે. વધુમાં તેમણે એમ પણ કહ્યુ કે તેઓ હવે ક્યારેય બંગાળ જઈ પણ શકશે નહીં.