Ahmedabad : સલૂન અને બ્યુટી પાર્લરને 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખવા નિર્ણય, હેર સલુન ધારકોની સરકારને રજૂઆત

| Edited By: | Updated on: Jan 06, 2022 | 5:32 PM

હવે સરકાર કર્ફ્યૂના (Curfew) નિયમો પણ કડક બનાવે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. આ સાથે જ કોરોનાના વધતા કેસો વચ્ચે સલૂન અને બ્યુટી પાર્લરને (Salon-beauty parlor) 50 ટકા કેપિસિટી સાથે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં વધતા કોરોના (Corona) કેસોના પગલે સરકાર ધીરેધીરે કડક નિયમો અમલમાં મુકી રહી છે. આ અન્વયે જ આજે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જયારે અમદાવાદમાં યોજાનાર પતંગોત્સવ અને ફલાવર શો રદ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્યારે બીજી તરફ હવે સરકાર કર્ફ્યૂના (Curfew) નિયમો પણ કડક બનાવે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. આ સાથે જ કોરોનાના વધતા કેસો વચ્ચે સલૂન અને બ્યુટી પાર્લરને (Salon-beauty parlor) 50 ટકા કેપિસિટી સાથે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેર સલુન ધારકોએ સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. અને, વેપારીઓએ સરકારના નિયમોનું પાલન કરવા તૈયારી દર્શાવી છે. અને, સરકાર દ્વારા જે પણ ગાઇડલાઇન આપવામાં આવશે તેનો ચુસ્ત અમલ કરવાની પણ વેપારીઓ દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કોરોના (CORONA )વાયરસના કેસો વધવાની સાથે વધુ 23 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન (Micro Containment Zones) માં મુકાયા છે.તો એક વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ચાંદલોડીયાના આઈસીબી આઈસલેન્ડના 4 ઘરોના 13 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

તો સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ અને બોપલ, સોલા, ઘાટલોડિયા, ચંદલોડીયા અને થલતેજના 10 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.આ સાથે જોધપુર, આનંદનગર, સાઉથ બોપલ અને શેલાના 5,,, તો પાલડી, વાડજ અને આંબાવાડી 3 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

આ પણ વાંચો : SURAT : આજે બપોર સુધીમાં જ શહેરમાં કોરોનાના 390 કેસ નોંધાયા, ઉકા તરસાડિયા યુનિ.માં કોરોનાનો રાફડો ફાટ્યો

આ પણ વાંચો : JAMNAGAR : ચાર દિવસીય ટેક ફેસ્ટનો પ્રારંભ, બ્રાસ ઉદ્યોગના વિકાસનો ઉમદા હેતુ

Published on: Jan 06, 2022 03:53 PM