Ahmedabad : સ્વાસ્થ્ય સાથે ચેડા ! મેકડોનાલ્ડમાં કોલ્ડડ્રિંકના ગ્લાસમાંથી નીકળી મરેલી ગરોળી

|

May 22, 2022 | 12:16 PM

ભાર્ગવ જોશી નામના યુવકે થોડું કોલ્ડડ્રિંક (colddrinks) પીધું જે બાદ ગ્લાસમાં રહેલા કોલ્ડડ્રિંકમાંથી મરેલી ગરોળી ઉપર આવી ગઈ, જેને જોતા જ ગ્રાહકના હોંશ ઉડી ગયા.

અમદાવાદ શહેરમાં (Ahmedabad) રેસ્ટોરન્ટમાં મળતી વાનગી કેટલી હદે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે તેના ઘણા કિસ્સા સામે આવતા રહે છે, ત્યારે સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા મેકડોનાલ્ડમાં (McDonald’s) કોલ્ડડ્રિંકના ગ્લાસમાં મરેલી ગરોળી નીકળી છે. ભાર્ગવ જોશી નામના યુવકે થોડું કોલ્ડડ્રિંક (colddrinks)પીધું જે બાદ ગ્લાસમાં રહેલા કોલ્ડડ્રિંકમાંથી મરેલી ગરોળી ઉપર આવી ગઈ. જેને જોતા જ ગ્રાહકના હોંશ ઉડી ગયા અને તુરંત જ મેકડોનાલ્ડના મેનેજરને ફરિયાદ કરી.

જોકે ગ્રાહકનો આરોપ છે કે તેને 2 કલાક સુધી કોઈ જવાબ આપવામાં ન આવ્યો.અંતે, ગ્રાહકે આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને પોલીસને (Ahmedabad police) પણ જાણ કરી હતી. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી છે.

આખરે ક્યાં સુધી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થશે ?

શહેરમાં અગાઉ પણ રેસ્ટોરન્ટમાંથી મળતી વાનગીમાંથી મરેલા જીવજંતુઓ મળી આવ્યા હતા. જેને પગલે ઘણા એકમો સીલ મારવામાં પણ આવ્યા, છતાં ખ્યાતનામ રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતી હોય છે. ત્યારે મેકડોનાલ્ડમાં ગરોળી નિકળવાની આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. તો આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે ક્યાં સુધી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થશે ? સવાલ એ પણ છે કે રેસ્ટોરન્ટના રસોડામાં કેટલી ગંદકી છે તેની તપાસ સમયસમય પર થતી રહે છે કે કેમ ?

Next Video