Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: મકાનમાંથી નિવૃત PSIનો મળ્યો મૃતદેહ, દુર્ગંધ આવતા આસપાસના લોકોએ 108ને કરી હતી જાણ, જુઓ Video

Rajkot: મકાનમાંથી નિવૃત PSIનો મળ્યો મૃતદેહ, દુર્ગંધ આવતા આસપાસના લોકોએ 108ને કરી હતી જાણ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 1:46 PM

રાજકોટમાં નિવૃત પીએસઆઇનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. સહકાર સોસાયટીમાં આવેલા મકાનમાંથી મૃતદેહ મળ્યો. મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના લોકોએ 108ને જાણ કરી.

રાજકોટમાં મકાનમાંથી નિવૃત PSIનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની સહકાર સોસાયટીમાં આવેલા મકાનમાંથી આ મૃતદેહ મળ્યો છે. નિવૃત PSI એમ.એચ.ટાંકનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. PSI એકલા મકાનમાં રહેતા હતા તેવું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો : Rajkot: 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી દો, TRB જવાને વાહન ચાલકને આપી રાહત! જુઓ Video

મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના લોકોએ 108ને જાણ કરી હતી. ઘર ખોલી જોતાં તમ લોકો અચંભામાં મુકાયા હતા. ઘટનાને લઈ પોલીસને પ જાણ કરવામાં આવી જેથી તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે psi ના મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મૃતદેહને પોસમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જે બાદ બીમારી સબબ આ મૃત્યુ થયું છે કે કોઈ અન્ય કારણ છે તેને લઈ તપાસ કરવામાં આવશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 21, 2023 01:45 PM
g clip-path="url(#clip0_868_265)">