Rajkot: 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી દો, TRB જવાને વાહન ચાલકને આપી રાહત! જુઓ Video

Rajkot: 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી દો, TRB જવાને વાહન ચાલકને આપી રાહત! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 10:11 AM

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે TRB જવાન રૂપિયા પડાવતો કેમેરામાં કેદ થયો છે. ટ્રાફિક વોર્ડને બે હજાર રૂપિયાના દંડનું કહીને 200 રૂપિયા પડાવી લીધા હતા. વાહન ચાલકો પાસેથી TRB જવાનના ઉઘરાણાનો વીડિયો વાયરલ થયો છે.

રાજકોટમાં TRB જવાનના બેફામ ઉઘરાણાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક જવાને વાહન ચાલકને રોકીને રૂપિયા પડાવ્યા. TRB જવાને બે હજાર રૂપિયાના દંડનું કહીને 300 રૂપિયાની માગણી કરી. પહેલા TRB જવાને કહ્યું તમારે 2 હાજર ભરવા પડશે અને ત્યારબાદ કહ્યું જો 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી દો. આ રીતે વાહન ચાલકો પાસેથી તોડ કરવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટનુ ST બસપોર્ટ અસમાજીક તત્વોનો અડ્ડો બન્યુ, મલ્ટીપ્લેક્ષ ના બન્યુ પરંતુ મહેફીલ જામવા લાગી-Video

આ બનાવ બાદ વાહન ચાલકે થોડીક રકઝક કરીને છેવટે 200 રૂપિયામાં પતાવટ કરી લીધી. આવા બેફામ ઉઘરાણા કરતા TRBના જવાનો સામે વરિષ્ઠ અધિકારીઓ પગલા લે તેવી લોકો માગણી કરી રહ્યાં છે. TRB જવાનોને રસ્તા પરના ટ્રાફિક નિયમન માટે રાખવામાં આવે છે પરંતુ અહીં રાજકોટમાં કઇંક અલગ જ રીતે TRB જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

(ઈનપુટ ક્રેડિટ – રોનક મજીઠિયા)

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">