ડાંગના ગારખડીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, સીતાવનમાં રામ-સીતા, લક્ષ્મણની મૂર્તિઓ ખંડિત કરાતા આક્રોશ- Video

ડાંગના ગારખડીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, સીતાવનમાં રામ-સીતા, લક્ષ્મણની મૂર્તિઓ ખંડિત કરાતા આક્રોશ- Video

| Updated on: Aug 31, 2026 | 7:20 PM

ડાંગના ગારખડીમાં ધાર્મિક મૂર્તિઓને ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવતા આક્રોશ ભભુકી ઉઠ્યો છે. કેટલાક અજાણ્યા ઈસમોએ સીતાવનમાં ભગવાન શ્રીરામ, સીતામાતા, હનુમાનજી અને લક્ષ્મણજીની મૂર્તિને ખંડિત કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

એકતરફ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.  આજે શ્રાવણનો ત્રીજો સોમવાર પણ છે એવા સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંત વાતાવરણને બગાડવાનું કૃત્ય કરવામાં આવ્યુ છે.  ડાંગના ગારખડી ગામે આવેલા સીતાવનમાં ધાર્મિક આસ્થા પર કુઠારાઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કેટલાક અસામાજિક તત્વોએ સીતાવનમાં ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીન મૂર્તિઓને ખંડિત કરતા આક્રોશ ભભુકી ઉઠ્યો છે. ધાર્મિક આસ્થા સાથે ચેડા કરવાના પ્રયાસ સમાન આ ઘટનાને પગલે હિંદુ સંગઠનો અને આગેવાનોમાં રોષ ફેલાયો છે. જેના વિરોધમાં જિલ્લા બિરસામુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી યોજવામાં આવી હતી.

જિલ્લા SP એ આપ્યા કડક કાર્યવાહીના આદેશ

વિરોધ રેલી બાદ ડાંગ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માગ કરવામાં આવી છે. મૂર્તિ ખંડિત થવા મામલે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ ડાંગ પોલીસ આરોપીઓને શોધી રહી છે. સ્થાનિક 100 થી વધુ લોકોના પોલીસે આ મામલે નિવેદન લીધા છે. તેમજ ખંડિત થયેલી મૂર્તિઓને પણ FSL રિપોર્ટ માટે મોકલી અપાઈ છે. જો કે પવિત્ર શ્રાવણ માસમાં લોકોની ધાર્મિક લાગણી દુભાવનારા શાંતિના દુશ્મનો કોણ છે તે સૌથી મોટો સવાલ છે? કોના ઈશારે તેમણે આવુ કૃત્ય કર્યુ અને કોના કહેવાથી લોકોની ધાર્મિક આસ્થાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો તે પણ તપાસનો વિષય છે.

શું આ પ્રકારનું કૃત્ય કરી કોમી એખલાસનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો? હાલ શ્રાવણ માસ દરમિયાન કોણ એવા તત્વો છે જેને ગુજરાતની શાંતિ જોવાતી નથી? શું આ શાંતિ ડહોળવાનું કાવતરુ તો નથી? આ તમામ સવાલોના ઉત્તર આ હિન કૃત્યને અંજામ આપનારા આરોપીઓના પકડાયા બાદ જ મળશે.

Input Credit- Ronak Jani- Dang

સમુદ્રી શાસ્ત્ર: તમારા હાથની મધ્ય આંગળીમાં છુપાયેલું છે તમારા ભાગ્ય અને વ્યક્તિત્વનું રહસ્ય- જાણો

Follow Us
Loading...
Unable to load recommendations.