ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી, 100 સભ્યો હિંદુ ધર્મમાં પરત ફર્યા- Video
ડાંગ જિલ્લામાં નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન 30થી વધુ આદિવાસી પરિવારોએ સનાતન હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી છે. કુલ 100થી વધુ સભ્યો માયાદેવી મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પરત ફર્યા હતા. આ પરિવારો વર્ષો પહેલાં અમુક કારણોસર ખ્રિસ્તી ધર્મમાં જોડાયા હતા. માયાદેવી મંદિર ખાતે કૃષ્ણદાસ બાપુની ઉપસ્થિતિમાં આ ઘરવાપસીનો કાર્યક્રમ યોજાયો હતો. આદિવાસી પરિવારો માટે વિશેષ વિધિ […]
ડાંગ જિલ્લામાં નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન 30થી વધુ આદિવાસી પરિવારોએ સનાતન હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી છે. કુલ 100થી વધુ સભ્યો માયાદેવી મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પરત ફર્યા હતા.
આ પરિવારો વર્ષો પહેલાં અમુક કારણોસર ખ્રિસ્તી ધર્મમાં જોડાયા હતા. માયાદેવી મંદિર ખાતે કૃષ્ણદાસ બાપુની ઉપસ્થિતિમાં આ ઘરવાપસીનો કાર્યક્રમ યોજાયો હતો. આદિવાસી પરિવારો માટે વિશેષ વિધિ અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેથી તેઓ શુદ્ધિકરણ બાદ હિન્દુ ધર્મમાં પુન:પ્રવેશ કરી શકે. આ તમામ પરિવારોએ પોતાની સ્વેચ્છા અને ઈચ્છા અનુસાર સનાતન ધર્મમાં પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રસંગે ઘણા ગ્રામજનો અને ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
એક પરત ફરેલા વ્યક્તિએ પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું કે, “દુઃખ આવવાથી મારે ખ્રિસ્તીમાં જોડાવવું પડ્યું હતું. ખ્રિસ્તી ધર્મમાં જોડાયા બાદ મેં બે-ત્રણ વર્ષ તે ધર્મનું પાલન કર્યું. પરંતુ તેમાં મને સારું ન હોવાથી, માયાદેવીના મંદિરે આ પ્રોગ્રામ હોવાથી અમે તેમાં જોડાયા છીએ. હવે પછી આ હિન્દુ ધર્મમાંથી કદી પણ ભૂલીએ નહીં તેવી અમારી પ્રતિજ્ઞા છે.”
શું બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ આંદોલનની આડમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ થઈ રહ્યો છે? કોણ છે અસલી માસ્ટરમાઈન્ડ- વાંચો
