Dang: વઘઇ ખાતે NRI મહિલાએ વઘઇ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ કરી

| Edited By: | Updated on: Jan 01, 2023 | 9:30 PM

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે NRI મહિલાએ વઘઇ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ કરી છે. પોલીસે ચોરીમાં પારિવારિક મામલો હોય બન્ને પક્ષે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા ખાતરી આપી જોકે ફરિયાદી મહિલા ચોરી થયેલ પેન ડ્રાઇવમાં રહેલા પતિ સાથેના અંગત ફોટા અને વીડિયોને લઈને ચિંતિત છે અને આ બાબતે જલ્દી તપાસ થાય એ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અરજ કરી છે.

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે NRI મહિલાએ વઘઇ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ કરી છે. પોલીસે ચોરીમાં પારિવારિક મામલો હોય બંને  પક્ષે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા ખાતરી આપી જોકે ફરિયાદી મહિલા ચોરી થયેલ પેન ડ્રાઇવમાં રહેલા પતિ સાથેના અંગત ફોટા અને વીડિયોને લઈને ચિંતિત છે અને આ બાબતે જલ્દી તપાસ થાય એ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અરજ કરી છે. આ અમેરિકાથી આવેલ અને હાલ ડાંગ જિલ્લાના વઘઇ અંબા માતાજીના મંદિર પાસે રહેતી કાજલ પટેલે વઘઇ પોલીસમાં તારીખ 3 ડિસેમ્બરના રોજ  ચોરી અને લૂંટની ફરિયાદ લખાવી હતી, વઘઇ પોલીસે અરજીની નોંધ લઈ અને યોગ્ય તપાસની ખાતરી આપી હતી જોકે તપાસમાં ઢીલ રહેતા ફરિયાદી મહિલાએ ગત 29 ડિસેમ્બરના રોજ ઝડપી તપાસ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અરજ કરી છે.

આ ફરિયાદી કાજલ પટેલના જણાવ્યા મુજબ તેમના પતિ હિતેશનું 30 નવેમ્બરના રોજ મૃત્યુ થયાના 2 દિવસ બાદ તેમની પૂર્વ પત્નીને અને સંતાનો તેમના અન્ય સંબંધીઓ સાથે ઘરે આવ્યા હતા અને મને દબળાવી અગત્યના ડોક્યુમેટ લઈ ગયા હતા.

ત્યાર બાદ ફરિયાદી કાજલ જ્યારે તેમના દીકરાને રાજકોટ હોસ્ટેલ મુકવા માટે ગયા તે સમયે તેમના ઘરનું તાળું તોડી ને કબાટમાંથી 200 જેટલી પેનડ્રાઇવ લઈ ગયા જેમાં કાજલ અને તેમના પતિના લગ્નજીવન સહિત ઘણાબધા અંગત ફોટા અને વિડિઓ હતા, ફરિયાદી કાજલને આ પેનડ્રાઈવ ના આધારે તેમના પતિના પૂર્વ પત્ની અને સંતાનો તેમને બ્લેક મેલ કરે તેવી શકયતા છે. એટલે વહેલી તકે 200 જેટલી તમામ પેનડ્રાઇવ મેળવી આપે એવી અરજી કરી છે કે જો કે ડાંગ પોલીસના આશ્વાસન બાદ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને વોટ્સએપથી ફરિયાદની તપાસ ઝડપથી થાય એ માટેની અરજ કરી છે.

ઉલ્લેખનીય છે કે ફરિયાદમાં લાખોની રોકડ રકમ , દાગીના અને કાર સહિત ફર્નિચર ચોરી થયાનો ઉલ્લેખ છે પરંતુ સૌથી મોટીવાત એક મહિલા માટે તેની ઈજ્જત હોય એટલે 200 જેટલા પેનડ્રાઇવ માં રહેલા પતિ સાથેના અંગત ફોટા અને વીડિયો માટે NRI મહિલા વધુ ચિંતિત છે.