ડાંગ : જિલ્લાનાં ભાજપાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચૌધરી અને તેના પુત્રની ધરપકડ કરાઈ, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 30, 2023 | 10:17 AM

ડાંગ: જિલ્લાના ભાજપ નેતા રમેશ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોન વિરુદ્ધ મારામારી ફરિયાદ નોંધાઈ હતી. રમેશ ચૌધરી અને તેના પુત્ર અજય ચૌધરીની પણ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 

ડાંગ: જિલ્લાના ભાજપ નેતા રમેશ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોન વિરુદ્ધ મારામારી ફરિયાદ નોંધાઈ હતી. રમેશ ચૌધરી અને તેના પુત્ર અજય ચૌધરીની પણ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પોલીસે પિતા-પુત્રને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જિલ્લા કોર્ટે પિતા-પુત્રના બે દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે 29 નવેમ્બરે મિલ્કત સંબંધિત તકરારમાં મારામારી થઈ હતી. ભાજપાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચૌધરી તથા દીકરા દ્વારા કુહાડી જેવા જીવલેણ હથિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં એક ઈસમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી. આ સાથે મારામારીમાં અજય રમેશ ચૌધરીના પરિવારના સભ્યોને પણ લાકડાના દંડા વડે માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ભરૂચ : અંતિમ વિડીયો બનાવી આત્મહત્યાના મામલામાં પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરાઈ, જુઓ વિડીયો

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 30, 2023 10:16 AM