ડાંગ : ચોમાસાના પ્રારંભે પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી, જુઓ વીડિયો
ડાંગ : વરસાદની સાથે રાજ્યના એકમાત્ર ગિરિમથક ડાંગ જિલ્લામાં પ્રકૃતિનો વૈભવ છલકાઈ રહ્યો છે. ડાંગના આહવા. વઘઇ અને સાપુતારામાં વરસાદી માહોલ છવાયો છે.વાદળો જાણે ધરતી સાથે વાતો કરતા હોય તેવો માહોલ ડાંગમાં જોવા મળી રહ્યો છે.

સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઇન્ટ પર વાદળોથી છવાતા ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી.આહલાદક વાતાવરણમાં પ્રવાસીમાં આનંદ જોવા મળ્યો હતો.
સાપુતારા પશ્ચિમ ઘાટમાં ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. આ સ્થળ ચોમાસામાં તેના લીલાછમ જંગલો, પહાડો અને ધોધ માટે જાણીતું છે. આ સ્થળ તેના પ્રવાસન આકર્ષણો અને ચોમાસામાં સર્જાતા નયનરમ્ય કુદરતી સૌંદર્યથી દર વર્ષે લાખો પ્રવાસીઓને તેના તરફ આકર્ષે છે.
Published on: Jun 20, 2024 08:03 AM