Junagadh : માંગરોળના દરિયામાં મોજા ઉછળતા જેટીમાં નુકસાન, દરિયાના મોજાથી જેટીમાં પડયા ગાબડા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 14, 2023 | 11:08 PM

જૂનાગઢમાં માંગરોળના દરિયામાં મોજા ઉછળતા જેટીમાં નુકસાન થયું છે. નવી બનતી જેટીમાં દરિયાના મોજાથી ગાબડા પડયા છે. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જેટીની મુલાકાત પણ લીધી હતી. પવનની ગતિ હોવાથી જેટીમાં નુકસાન થયું હોવાનું ધારાસભ્યએ જણાવ્યુ છે.

Cyclone Biparjoy: મહાઆફત અને ગુજરાત વચ્ચે હવે 24 કલાક કરતા પણ ઓછો સમય બાકી છે. ત્યારે બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે અને ભીષણ તબાહી મચાવશે. ત્યારે ક્યાં ક્યાં શહેરો મહાવાવાઝોડાની ઝપેટમાં આવશે અને ક્યાં ક્યાં નુકસાન થશે જેના પર સૌ કોઈની નજર છે. ત્યારે હજી વાવાઝોડું ગુજરાત પહોંચ્યું નથી તે પહેલા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાની આ પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢના માંગરોળના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જેટીમાં નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો : જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

જુનાગઢમાં દરિયાના મોજાથી નવી બનતી જેટીમાં ભારે નુકસાન થયું છે. આ વચ્ચે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જેટીની મુલાકાત લીધી હતી અને કહ્યું એન્જીનિયરની ભુલના કારણે નુકસાન થયું છે. જેટીના નુકસાનને લઈ ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરશે. ત્યારે આ વાવાઝોડું આવવા પહેલા જ તેની અસરને કારણે દરીયો તોફાને ચડ્યો છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર સતર્ક બન્યું છે અને તમામ રાહત કામગીરી માટે તૈયારી તંત્ર એ બતાવી છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 14, 2023 11:06 PM