Gujarati Video : વાપીથી દાહોદના વિઝાગઢ આવવા નીકળેલી પરણીતા પોતાની પુત્રી સાથે 12 દિવસથી ગુમ

Gujarati Video : વાપીથી દાહોદના વિઝાગઢ આવવા નીકળેલી પરણીતા પોતાની પુત્રી સાથે 12 દિવસથી ગુમ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 8:34 AM

વાપીથી એક પરણીતા તેની પુત્રી સાથે 12 દિવસથી ગુમ છે. વાપીથી દાહોદના વિઝાગઢ આવવા નીકળેલ માતા અને પુત્રી CCTVમાં કેદ થયા હતા. જયાં માતા પુત્રીને હાથ પકડીને જતી જોવા મળી હતી.

દાહોદના વિઝાગઢની પરણીતા વાપીથી પોતાની પુત્રી સાથે ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે. વાપીથી પોતાના વતન વિઝાગઢ આવવા નીકળેલ માતા અને પુત્રી રસ્તામાંથી ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો છે. પરણીતા તેની પુત્રી સાથે 12 દિવસથી ગુમ છે. વાપીથી દાહોદના વિઝાગઢ આવવા નીકળેલ માતા અને પુત્રી CCTVમાં કેદ થયા હતા. જયાં માતા પુત્રીને હાથ પકડીને જતી જોવા મળી હતી. અને માતાના હાથમાં થેલો પણ હતો. પરિવારે આસપાસના વિસ્તારમાં માતા-પુત્રીની શોધખોળ કરી હતી. પરંતુ કોઈ ભાળ ન મળતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી. વાપી પોલીસે ફરીયાદ નોંધી માતા-પુત્રીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : ઝાલોદ તાલુકાના ખેડૂતોએ દાહોદ-ચિત્તોડગઢ હાઈવે કર્યો ચક્કાજામ

માતા અને પુત્રી ગુમ થતાં અનેક સવાલો સામે આવી રહ્યા છે. ગુમ થયેલી માતા-પુત્રી ક્યાં ગઈ તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. વાપીથી માતા પોતાની પુત્રી સાથે ગુમ થઈ. મહત્વનુ છે કે માતા અને પુત્રી વિઝાગઢ આવવા નીકળ્યા હતા જે 12 દિવસ બાદ પણ તેની કોઈ ભાળ મળી નથી. સમગ્ર ઘટનાને લઈ પરિવાર ચિંતામાં મુકાયો છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. વાપી પોલીસે ફરીયાદ નોંધી માતા-પુત્રીની શોધખોળ શરૂ કરી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">