Dahod : દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાં છૂપાયેલા ચોરને ઝડપ્યો, જુઓ Video

Dahod : દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાં છૂપાયેલા ચોરને ઝડપ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Mar 02, 2025 | 12:05 PM

ગુજરાતમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે દાહોદમાં પણ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં દાહોદ પોલીસે ફરી એક વાર ડ્રોનની મદદથી ચોરને ઝડપી પાડ્યો હતો.

ગુજરાતમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે દાહોદમાં પણ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં દાહોદ પોલીસે ફરી એક વાર ડ્રોનની મદદથી ચોરને ઝડપી પાડ્યો હતો.

દાહોદ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાંથી આરોપીને શોધી કાઢ્યાં હતા. થર્મલ ઈમેજિંગ કેમેરાથી ખેતરમાં છૂપાયેલા ચોરને શોધ્યા હતા. પોલીસે ડ્રોનમાં ચોર દેખાતા પોલીસે રાતભર ચોરનો પીછો કર્યો હતો. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં ઘેરાબંધી કરી પોલીસે ચોરને ઝડપી પાડ્યો હતો.

હરીયાણાના બે શખ્સો સહીત દાહોદ LCBએ ડમ્પરને જપ્ત કર્યું

26 ફેબ્રુઆરીએ છત્તીસગઢનાં મુંગેલીથી ડમ્પરની ચોરી કરી હતી. DGP વિકાસ સહાયે દાહોદ પોલીસની કામગીરી બિરદાવી છે.  ગુજરાત પોલીસ દ્વારા ટેક્નોલોજીનો સદ્દઉપયોગ કર્યો હોવાના વખાણ પણ કર્યા છે.

સુરેન્દ્રનગરમાં ધાડપાડુ ગેંગનો રીઢો આરોપી ઝડપાયો

બીજી તરફ સુરેન્દ્રનગરમાં ધાડપાડુ ગેંગનો રીઢો આરોપી ઝડપાયો છે. આરોપી વિરૂદ્ધ ગુજરાતભરમાં આશરે 36 ગુના નોંધાયેલા છે. આરોપીને ફિંગરપ્રિન્ટના આધારે ઝડપવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.