Dahod : દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો, ગૃહપ્રધાન હર્ષ સંઘવી પોલીસને પાઠવ્યા અભિનંદન, જુઓ ડ્રોન Video

Dahod : દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો, ગૃહપ્રધાન હર્ષ સંઘવી પોલીસને પાઠવ્યા અભિનંદન, જુઓ ડ્રોન Video

| Edited By: | Updated on: Jan 30, 2025 | 2:21 PM

દાહોદમાં પણ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો છે. દાહોદ LCB પોલીસે મંદિરમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરનારને ડ્રોનની મદદથી સકંજામાં લઇ લીધો છે. ખુલ્લા ખેતરમાં ચોર પોલીસ વચ્ચે પકડદાવના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.

હવે ગુજરાતમાં પોલીસે ગુનાખોરીને ડામવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે. ત્યારે દાહોદમાં પણ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો છે. દાહોદ LCB પોલીસે મંદિરમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરનારને ડ્રોનની મદદથી સકંજામાં લઇ લીધો છે. ખુલ્લા ખેતરમાં ચોર પોલીસ વચ્ચે પકડદાવના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.

પોલીસ આવી હોવાની જાણ થતાં જ ચોર ખુલ્લા ખેતર તરફ દોટ મુકે છે. પરંતુ પોલીસે ડ્રોન કેમેરા થકી તેના પર બાજ નજર રાખી રહી હતી. ચોર પૂરપાટ વેગે ખેતરમાં દોટ મુકી નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.

ગૃહપ્રધાન હર્ષ સંઘવી પોલીસને પાઠવ્યા અભિનંદન

દાહોદ પોલીસે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી ચોરને પકડી પાડ્યો તે બદલ ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને DGPએ દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ડ્રોન અને ટેકનોલોજીની મદદથી ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી રહી છે. દાહોદ પોલીસે ટેકનોલોજીના ઉપયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તસ્કરોએ દાહોદના ઝાલોદ તાલુકાના વરોડ ગામના સોમેશ્વર મહાદેવ મંદિરમાં હાથફેરો કરી ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તસ્કરોને ઝડપી પાડવા એલસીબી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું.