Dahod: પીપળીયાની સગીરા સાથે કુકર્મની ઘટના, અજાણ્યા શખ્સ સામે ફરિયાદ, જુઓ Video
દાહોદના પીપળીયાની 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. લીમડી સર્કલ પાસેથી અજાણ્યો શખ્સ સગીરાને લઇ ગયો. મજૂરી કામના બહાને બાઇક પર લઇ જઇ કુકર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે.
દાહોદના ઝાલોદ ખાતે ફરી એક શરમજનક ઘટના બની છે. એક સગીરાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ વિસ્તારમાં ચકચાર મચી છે. ઝાલોદની એક 17 વર્ષીય સગીરા મજૂરી કામ મેળવવા માટે રસ્તા પર ઉભી હતી. તે દરમિયાન એક બાઇક ચાલક શખ્સ આવ્યો અને મજૂરી કામ અપાવવાની લાલચ આપી.
આ પણ વાંચો : Gujarati Video:લો બોલો પોલીસે જ કરી દારૂની ચોરી! દાહોદ પોલીસ મથકનો દારૂ ચોરીનો Video થયો વાયરલ
શખ્સ સગીરાને બાઇક પર બેસાડીને 15 કિલોમીટર દૂર અજાણ્યા ખેતરમાં લઇ ગયો, જે બાદ સગીરા પર કુકર્મ આચર્યું. જો કે સગીરાએ બૂમાબૂમ કરતા શખ્સ સ્થળ પર મોટર સાયકલ મૂકીને ફરાર થયો. તો, ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી. પોલીસ અજાણ્યા શખ્સને પકડીને તેને કડક સજા અપાવે અને સબક શીખવે તેવી લોકોએ માગ કરી છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો