Dahod News : ગુજરાત-મધ્યપ્રદેશને જોડતો મડાવાવ બ્રિજ બિસ્માર, બ્રિજના પાયા ધોવાયા, દીવાલો પર તિરાડો જોવા મળી, જુઓ Video

Dahod News : ગુજરાત-મધ્યપ્રદેશને જોડતો મડાવાવ બ્રિજ બિસ્માર, બ્રિજના પાયા ધોવાયા, દીવાલો પર તિરાડો જોવા મળી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 11, 2025 | 1:42 PM

વડોદરાના ગંભીરા બ્રિજની જેમ રાજ્યના અનેક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. દાહોદ નજીક આવેલા મડાવાવ બ્રિજની હાલતમાં ખસ્તા થઈ છે. દોઢ કરોડના ખર્ચે બ્રિજ બનાવી દીધો પણ જાળવણી રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

વડોદરાના ગંભીરા બ્રિજની જેમ રાજ્યના અનેક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. દાહોદ નજીક આવેલા મડાવાવ બ્રિજની હાલતમાં ખસ્તા થઈ છે. દોઢ કરોડના ખર્ચે બ્રિજ બનાવી દીધો પણ જાળવણી રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. કારણ કે બ્રિજના પાયા જાળવણીના અભાવે ધોવાયા, દીવાસો પર તિરાડો પડી અને સળિયા દેખાવા લાગ્યાં હતા.

મહત્વનું છે કે મધ્યપ્રદેશ તેમજ ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ હોવાથી મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થાય છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં સમારકામ કરાયું નથી. માત્ર ઉપરથી ખાડા પૂરી તંત્રએ સંતોષ માની લીધો. ત્યારે વડોદરા જેવી દુર્ઘટના ન થાય તે માટે લોકો વહેલતકે યોગ્ય સમારકામની માગ કરી રહ્યાં છે.

વડોદરામાં 43માંથી 41 બ્રિજ સલામત હોવાનો દાવો

બીજી તરફ પ્રિ-મોન્સુન કામગીરીનાં ભાગરૂપે જ વડોદરા મનપાએ એજન્સી દ્વારા શહેરનાં 43 જેટલા બ્રિજની તપાસ કરાવી હતી. જે તપાસ મુજબ 43માંથી 41 બ્રિજ સલામત સ્થિતિમાં છે. જુનો જાંબુવા બ્રિજ અને કમાટીબાગનો ફુટ બ્રિજ મનપાએ બંધ કર્યો છે. વડોદરામાં કુલ 14 રેલ્વે લાઇન પરના બ્રિજ, 22 નદી પરનાં બ્રિજ, 4 ફ્લાયઓવર તથા 1 અન્ય બ્રિજ છે. મનપા ભલે 43માંથી 42 બ્રિજ સલામત હોવાનાં દાવા કરે પણ વાસ્તવિકતા કંઇક અલગ જ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો