ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે દાહોદના છાપરી ગામે દારૂની ફેકટરી ઝડપાઈ

|

Dec 17, 2021 | 7:43 PM

ગુજરાતના (Gujarat) ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ પંચાયતની(Gram Panchyat)ચૂંટણીના માહોલ વચ્ચે દાહોદના (Dahod) છાપરી ગામે દારૂની ફેકટરી(liquor Factory)ઝડપાઈ છે. દાહોદ SOGએ છાપરી નજીકથી દારૂ બનાવાની ફેક્ટરી ઝડપી ત્રણ ઈસમોની ધરપકડ કરી છે… સ્થળ પરથી દારુની ખાલી બોટલો, સ્ટીકરો અને ઈંગ્લીશ દારુના બોક્સ સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. હાલ પોલીસે ત્રણ ઈસમોને ઝડપી કાયદેસરની […]

ગુજરાતના (Gujarat) ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ પંચાયતની(Gram Panchyat)ચૂંટણીના માહોલ વચ્ચે દાહોદના (Dahod) છાપરી ગામે દારૂની ફેકટરી(liquor Factory)ઝડપાઈ છે. દાહોદ SOGએ છાપરી નજીકથી દારૂ બનાવાની ફેક્ટરી ઝડપી ત્રણ ઈસમોની ધરપકડ કરી છે… સ્થળ પરથી દારુની ખાલી બોટલો, સ્ટીકરો અને ઈંગ્લીશ દારુના બોક્સ સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

હાલ પોલીસે ત્રણ ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે…અને અન્ય એક ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.. મહત્વનું છે કે ચૂંટણીના માહોલમાં દારુની હેરફેર ઝડપાવાના બનાવો વધતા હોય છે…ત્યારે દાહોદમાં દારુની ફેકટરી પોલીસના હથ્થે આવતા પોલીસને મહત્વની કડી હાથમાં આવી હોય તેવું લાગી રહ્યું છે..

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં દારૂનો મોટો જથ્થો પકડાય છે, ત્યાં આવા કેસોમાં સંબંધિત પોલીસ અધિકારીની બદલી અથવા બરતરફીની જોગવાઈઓ છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં દારૂબંધીનો કડકાઇથી અમલ કરવામાં આવી રહ્યો છે.

જેની બાદ દાહોદમાં પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં દારૂની હેરાફેરી પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Panchmahal : જીએફએલ કંપની બ્લાસ્ટમાં મૃતકના પરિજનોને કંપની 20 લાખની સહાય ચૂકવશે, ઇજાગ્રસ્તોને સાત લાખની સહાય

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી, 3 દિવસ રહેશે ઠંડીનો ચમકારો

Published On - 7:42 pm, Fri, 17 December 21

Next Video