Dahod : દાહોદના ગરબાડામાં નવા વર્ષે ઉજવવાની અનોખી પરંપરા, પુરુષો પરથી દોડાવાય છે ગાયો, જુઓ Video
નવા વર્ષના દિવસે અલગ- અલગ પ્રદેશમાં જુદી-જુદી પરંપરાઓ નિભાવવામાં આવે છે. ત્યારે દાહોદમાં પણ દિવાળી અને બેસતું વર્ષ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. દાહોદના ગરબાડા તેમજ ગાંગરડી ગામે બેસતા વર્ષે ગાય ગોહરીની પ્રથા યોજાય છે.
નવા વર્ષના દિવસે અલગ- અલગ પ્રદેશમાં જુદી-જુદી પરંપરાઓ નિભાવવામાં આવે છે. ત્યારે દાહોદમાં પણ દિવાળી અને બેસતું વર્ષ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. દાહોદના ગરબાડા તેમજ ગાંગરડી ગામે બેસતા વર્ષે ગાય ગોહરીની પ્રથા યોજાય છે. આ અનોખી પરંપરા પ્રમાણે ગામના ચોક તેમજ મુખ્ય માર્ગો પર ગાયોનું ટોળું ભેગું કરાય છે.આ ગાયોને પણ અનોખી ભાતો, રંગોથી શણગારવામાં આવે છે.
પુરુષો પરથી દોડાવાય છે ગાયો
ગાયો એકઠી થાય પછી યુવકો માર્ગો પર ગાયોના ટોળાને લઈને દોટ લગાવે છે. ગાયોના ટોળાની નીચે ગામના પુરુષો સૂઈ જાય છે.અને ગાયોનું ઝૂંડ તેમના હા, પહેલી નજરે લાગે કે, આમાં તો ઈજા થાય.પરથી દોડીને પસાર થાય છે.પરંતુ હજુ સુધી આ પરંપરામાં કોઈને ઈજા પહોંચી નથી.આ પરંપરા પાછળ ઉદ્દેશ્ય એ છે કે, સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કામમાં ગાયને ખેડૂતે ભૂલથી લાકડી મારી હોય, કોઈ ઈજા પહોંચાડી હોય.તો તેની માફી માગવામાં આવે છે.હજારો વર્ષોથી આ પ્રથા ચાલતી આવે છે.
