Dahod Breaking News: દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 26, 2026 | 12:05 PM

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સીંગાપુર ગામની સીમમાં એકસાથે બે દીપડા દેખાતા ગ્રામજનોમાં ભય અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ગામ નજીક બંને દીપડા એક ઝાડ પર ચઢી ગયા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

શિકાર અને પાણીની શોધમાં ગામ તરફ આવ્યા હોવાની આશંકા

પ્રાથમિક અનુમાન મુજબ બંને દીપડા શિકાર અથવા પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને ગામની સીમ સુધી પહોંચી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા દીપડાઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

દીપડાને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત

વન વિભાગની ટીમે બંને દીપડાઓને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અધિકારીઓ દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

ગ્રામજનોને સાવચેત રહેવા તંત્રની અપીલ

વન વિભાગ અને સ્થાનિક તંત્રએ ગ્રામજનોને દીપડાઓની નજીક ન જવાની, ટોળા એકત્ર ન કરવાની તેમજ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સાથે જ દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અને રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- 26 જૂનના મહત્વના સમાચાર : સુરત સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની અછતને લઈ દર્દીઓ પરેશાન, ડૉક્ટરની અછતના કારણે 50થી પણ વધુ દિવસનું વેઈટિંગ

Follow Us