Video : વડોદરાના ડભોઇમાં દબાણો પર નગરપાલિકાની તવાઇ, 26 ગેરકાયદેસર દુકાનો તોડી પડાઇ

|

Jan 19, 2023 | 12:45 PM

વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઇ નગરપાલિકા દ્વારા દબાણ સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરી 3 દિવસ ચાલશે. વહેલી સવારથી દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જેના પગલે અહીં દુકાન ધરાવનારા વેપારીઓ અને અન્ય લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

વડોદરા જિલ્લાના ડભોઇમાં નગરપાલિકાએ દબાણો સામે લાલ આંખ કરી છે. ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડ ઉપર આડેધડ ઉભી રહેતી લારીઓના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે લારીઓના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા હાજી માર્કેટમાં આવેલી 26 જેટલી ગેરકાયદેસર દુકાનો તોડી પડાઇ હતી.

આ પણ વાંચો-Chhota Udepur : વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત, સરકાર સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગ

વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકા દ્વારા દબાણ સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરી 3 દિવસ ચાલશે.વહેલી સવારથી દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જેના પગલે અહીં દુકાન ધરાવનારા વેપારીઓ અને અન્ય લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સમગ્ર કામગીરી શાંતિપૂર્વક રીતે થાય તે માટે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને સાથે રાખી દબાણ હટાવાયા છે. મહુડી ભાગોળ વિસ્તારમાં હાજી માર્કેટમાં આવેલ 26 દુકાનો તોડી પડાઇ છે. ત્રણ દિવસમાં દબાણો હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો- Kutch : નહિ સુધરે પાકિસ્તાન ! ખાવડા વિસ્તારમાં 46 ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ફેરવતા પાકિસ્તાને ભારત વિરુદ્ધ જૂઠાણુ ફેલાવ્યુ

Next Video