Cyclone Biporjoy: દ્વારકામાં મીઠાપુરમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી, તૂટી પડેલા વૃક્ષો હટાવવા NDRF કામે લાગી

Cyclone Biporjoy: દ્વારકામાં મીઠાપુરમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી, તૂટી પડેલા વૃક્ષો હટાવવા NDRF કામે લાગી

| Edited By: | Updated on: Jun 16, 2023 | 12:18 AM

દ્વારકામાં વૃક્ષો ધરાશાયી થવાને લઈ NDRFની ટીમ કામે લાગી છે. તૂટેલા વૃક્ષોને કાપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓમાં 19 ટીમ તૈનાત કરવામાં આવી છે.

Cyclone Biporjoy : દ્વારકામાં મીઠાપુરમાં (Mithapur) ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા છે. મીઠાપુરમાં આવેલી ટાટા કોલોનીમાં બેંકના પતરા ઉડ્યા. તૂટી પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી NDRF દ્વારા તાત્કાલિક  હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ દ્વારકામાં વાવાઝોડાને પગલે અનેક લોકો બેઘર બન્યા છે.

4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું. અલગ અલગ શેલ્ટર હોમમાં આશ્રિતો રાખવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં ભોજન-પાણી સહિત જરૂરી તમામ સુવિધાઓ કરવામાં આવી છે. દ્વારકામાં વૃક્ષો ધરાશાયી થવાને લઈ NDRFની ટીમ કામે લાગી હતી. તૂટેલા વૃક્ષોને કાપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની કરાઈ સમીક્ષા, શું છે કચ્છની સ્થિતિ, જુઓ Video

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ સાથે જ દરિયાકાંઠાના 10 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સુરત)માં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી  અને 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી હતી દ્વારકામાં પરિસ્થિતિ વિકટ બનતા NDRF કામે લાગી હતી.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો