Cyclone Biporjoy: અમરેલીની દરિયાઈ પટ્ટી પર વાવાઝોડાની અસર, ભારે વરસાદને પગલે નાગધ્રા ગામની શેલ નદીમાં આવ્યુ ઘોડાપૂર

| Edited By: | Updated on: Jun 15, 2023 | 7:18 PM

Amreli: અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અસરો દેખાઈ રહી છે. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નાગધ્રા ગામની શેલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે.

Amreli: રાજ્યમાં બિપરજોય વાવાઝોડા (Biparjoy Cyclone) નો ખતરો તોળાઈ રહ્યો છે. જેમા અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદને પગલે નાગધ્રા ગામની શેલ નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, ખાંભા અને ધારી પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. સરસીયા, જીરા, ડાભાળી, હિરાવા અને નાગધ્રામાં ભારે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા શહેર સહિત ઘોબા અને મેવાસા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

બિપરજોય વાવાઝોડુ દરિયાકિનારા નજીકથી ઝડપથી આગળ વધી રહ્યુ છે. અમરેલીના પિપાવાવ પોર્ટ વિસ્તારમાં વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે મીઠાના અગરો પણ પાણીથી ભરાઈ ગયા છે. સતત પડી રહેલા ધોધમાર વરસાદને પગલે મીઠાના અગરો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે.

આ પણ વાંચો : Cyclone Biporjoy: ગુજરાતમાં આજે સાંજે ત્રાટકી શકે વાવાઝોડુ, 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે વાવાઝોડુ, જુઓ Video

અમરેલીમાં જિલ્લા પ્રશાસન પણ સતર્ક થઈ ગયુ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જિલ્લાના ધારાસભ્યો અને સાંસદોએ નિરીક્ષણ કર્યુ હતુ. નેતાઓએ લાઈટહાઉસ અને જેટી વિસ્તારોની મુલાકાત લીધી હતી.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો