Cyclone Biporjoy: મીઠાપુરમાં વાવાઝોડાના કારણે ભારે પવન, અનેક વૃક્ષો ધરાશાયી, જુઓ Video

|

Jun 15, 2023 | 9:09 PM

Cyclone Biporjoy : હજી લેન્ડફોલ થયું નથી તેટલામાજ ભારે તબાહી સર્જાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. દેવભૂમિ દ્વારકામાં 80 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. ફાયરના જવાનોએ રસ્તો ખોલવાની કામગીરી કરી છે.

Cyclone Biporjoy: દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાના આગમન સાથે ચોતરફ નુકસાન સામે આવ્યું છે. હજી લેન્ડફોલ થયું નથી તેટલામાજ ભારે તબાહી સર્જાઈ છે. સરકારી મહાકાય હોસ્પિટલ પાસે મસમોટું વૃક્ષ ધરાશાયી થયું છે. તેજ ગતિથી પવન ફૂંકાતા 80 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે.

ફાયરના જવાનોએ રસ્તો ખોલવાની કામગીરી કરી છે. ખાસ કરીને તમામ વિભાગો વાવાઝોડા સામે સજ્જ બન્યા છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે વિશાળ વૃક્ષ ધરાશાયી થયું છે. ટંકારીયા ગામે વાવાઝોડાની અસર જોવા મળી હતી. તેજ પવન ફૂંકાતા 100 વર્ષ જૂનું શિવ મંદિરે આવેલું વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. વાવાઝોડાએ દ્વારકા જિલ્લામાં વ્યાપક વૃક્ષોને નષ્ટ કર્યા હોવાની માહિતી પણ સામે આવી છે.

આ પણ વાંચો : દરિયાકાંઠે વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ, ક્યાં પહોંચ્યું બિપરજોય, જુઓ Video

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસરા મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે. બિપરજોય વાવાઝોડાની કચ્છ સતહ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ જોરદાર અસર જોવા મળી છે. કચ્છમાં NDRFની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે. ચક્રવાતની ઝડપ 140 સુધી જશે આ સમગ્ર પ્રક્રિયા મધરાત સુધી ચાલશે. NDRFની તમામ ટીમ કામે લાગી છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:02 pm, Thu, 15 June 23

Next Video