AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biporjoy: ઓખામાં બિપરજોય વાવાઝોડાની શક્યતાને જોતા વેપારીઓેએ સ્વયંભુ દુકાનો રાખી બંધ

Cyclone Biporjoy: ઓખામાં બિપરજોય વાવાઝોડાની શક્યતાને જોતા વેપારીઓેએ સ્વયંભુ દુકાનો રાખી બંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 6:23 PM
Share

Dwarka: ગુજરાતમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે. દ્વારકામાં ઓખા બંદર પર તકેદારીના ભાગ રૂપે વેપારીઓએ સ્વયંભુ દુકાનો બંધ રાખી હતી. તોફાની પવનમાં કોઈ નુકસાન ન થાય તેને લઈને તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે.

Dwarka: ગુજરાતમાં સંભવિત બિપરજોય (Cyclone Biporjoy) ના તરખાટની ભીતિ સેવાઈ છે ત્યારે કાંઠા વિસ્તારના 74000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ઓખામાં સાવચેતીના ભાગરૂપે વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી.

તંત્રની સૂચના બાદ વેપારીઓએ દુકાનો બંધ રાખી. તોફાની પવનમાં કોઈ નુકસાન ન થાય તે માટે તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. ઓખામાં RK બંદર વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. દરિયામાં ઉછળતા મોજાની સાથે વાહનો અને સામાન ખેંચાયો હતો. RK બંદર પર દુકાનો અને શેડના પતરા ઉઠ્યા છે, દુકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સમુદ્રના ઉંચા મોજાઓ સાથે પાણી બજારમાં ફરી વળ્યા છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy : વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 94 હજારથી વધુનું સ્થળાંતર

દ્વારકાના ઓખાના દરિયામાં 5 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે સમુદ્રિય ગતિવિધિઓના નિષ્ણાંત સુરેશ ઢોકાઈએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી.જયાં તેમણે કહ્યું, બિપરજોય વાવાઝોડાની અસર ઓખા પર નહીં થાય. વાવાઝોડું આજે સાંજે ઓખા થઈને પસાર થશે. જો કે મોજા ઉછળવાના પગલે દરિયામાં પવનની ગતિ વધશે. અગાઉ પણ આવી ચુકેલા વાવાઝોડાની અસર કયારેય ઓખાને થઈ નથી તેવી સમુદ્રી ગતિવિધિનો નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">