Cyclone Biporjoy : કચ્છના જખૌના દરિયાકિનારે તોફાન પહેલાની શાંતિ, તમામ માછીમારો, વેપારીઓએ ખાલી કર્યુ બંદર, જુઓ Video
Kutch: જખૌના દરિયાકિનારે વાવાઝોડુ બિપરજોય ટકરાવાની શક્યતાને જોતા બંદર ખાલી કરવામાં આવ્યુ છે. ત્યારે એકસમયે વહાણો અને બોટોથી ખીચોખીચ રહેતો વિસ્તાર આજે સુમસામ ભાસી રહ્યો છે. વાવાઝોડાની ભીતિને પગલે તમામ માછીમારો અને વેપારીઓ જખૌ ખાલી કરી નીકળી ગયા છે.
Kutch: કચ્છના જખૌના દરિયાકિનારે વાવાઝોડા (Cyclone Biporjoy) બિપરજોયને દહેશતને જોતા સમગ્ર બંદર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં વાવાઝોડા પહેલા સૂચક શાંતિ જોવા મળી રહી છે. વહાણો અને દરિયાઈ બોટથી ચિક્કાર ખીચોખીચ રહેતો વિસ્તાર અત્યારે સુમસામ ભાસી રહ્યો છે. તમામ વેપારીઓ અને માછીમારોએ બંદર ખાલી કરી દેતા બંદર પર તોફાન પહેલાની શાંતિ જોવા મળી રહી છે. દરિયાના ઘુઘવતા મોજા સિવાય અહીં અન્ય કોઈ અવાજ કાને પડી નથી રહ્યો. તમામ લોકોને અહીંથી સલામત સ્થળે ચાલ્યા જવા માટે તંત્ર દ્વારા અગાઉથી સૂચના આપી દેવાઈ હતી. હાલ જ્યારે વાવાઝોડાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અહીં કોઈ માનવવસ્તી જોવા મળતી નથી.
હાલ જખૌ બંદર પર દરિયામાં ઉછળતા મોજા અને પવનના સુસવાટા મારતા દૃશ્યો જોવા મળી રહ્યા છે. સેટેલાઈટ દ્વારા મળતી તસ્વીરો મુજબ વાવાઝોડાનો સૌથી વધુ ખતરો કચ્છના માંડવી અને જખૌ બંદર પર તોળાઈ રહ્યો છે. જો વાવાઝોડુ બિપરજોય વિનાશક તોફાનમાં પરિવર્તિત થાય અહીં ભારે વિનાશ વેરી શકે છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
