Cyclone Biparjoy : રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મેંદરડામાં 7.75, માળિયા હાટિનામાં 7, કેશોદમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
તો માંગરોળમાં 5.5, વંથલીમાં 5, માણાવદરમાં 4.25 ઈંચ વરસાદ વરસ્યો છે તો આ તરફ જૂનાગઢ શહેરમાં 4 ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપલેટા, વિસાવદર, ભાણવડમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. કુતિયાણા અને કોડિનારમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર, જામજોધપુર, ઉનામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા, કાલાવડ, જામકંડોરણા, ખાંભા, જેતપુરમાં 1-1 ઈંચ
વરસ્યો છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો