દેવભૂમિ દ્વારકામાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 20થી 30 ફૂટ ઊંચા મોજા ઊછળી રહ્યા છે. દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે દરિયાકિનારે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.