Cyclone Biparjoy: જામનગરના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું, દરિયામાં જવા પર પ્રતિબંધ મુકાયો, જુઓ  Video

Cyclone Biparjoy: જામનગરના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું, દરિયામાં જવા પર પ્રતિબંધ મુકાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 07, 2023 | 12:29 PM

માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે 10મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાને પગલે દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે. દરીયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

Jamnagar : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-ડીપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જેમાં જામનગરના બેડીબંદર, નવાબંદર, રોઝીબંદર, સિક્કા, દેવભૂમિદ્વારકા જિલ્લાના ઓખા બંદર, સલાયા બંદર વાડીનાર, પોરબંદર જિલ્લાના નવીબંદર સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યુ છે.

માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે 10મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાને પગલે દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી

જ્યારે કે 8 જૂનના રોજ તે અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.અરબ સાગરમાં ‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.ગુજરાતના પોરબંદર અને જાફરાબાદ સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની શક્યતાને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.તો સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

Published on: Jun 07, 2023 11:36 AM