Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને ભારતીય નેવી પણ સજ્જ , નેવીના એરક્રાફ્ટ ગોવામાં સ્ટેન્ડબાય, જુઓ Video

| Edited By: | Updated on: Jun 15, 2023 | 4:41 PM

ગુજરાતમાં વાવાઝોડાને લઈને ભારતી નેવી સજ્જ બની છે. જેને લઈ નેવીના એરક્રાફ્ટ ગોવામાં સ્ટેન્ડબાય કરાયા છે. નેવી મદદ માટે તૈયાર છે. રાહત સામગ્રીનો સ્ટોક પણ તૈયાર રાખવામા આવ્યો છે.

Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને ભારતીય નેવી પણ સજ્જ બની છે. નેવીના P8i, હંસા અને ડોર્નિયર એરક્રાફ્ટ ગોવામાં સ્ટેન્ડબાય પર છે. રાહત સામગ્રી અને નિરીક્ષણ માટે એરક્રાફ્ટ સ્ટેન્ડબાય મોડ પર છે. ત્વરિત મદદ માટે રાહત સામગ્રીનો સ્ટોક પણ તૈયાર કરાયો છે. રાજ્ય સરકાર સાથે ભારતીય નેવી સતત સંપર્કમાં છે. વાવાઝોડું કચ્છ તરફ આવી રહ્યું છે તે દરમ્યાન લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કચ્છમાં ભારે પવનના કારણે ઉડ્યા લોકોના ઘરના પતરા, જૂઓ Video

કચ્છના માંડવીના દરિયાએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયાના મોજામાં હાઇ ટાઈડ જોવા મળી રહ્યું છે. ભારે તોફાન સાથે પવન ફૂકાય રહ્યું છે. માંડવીના આસમાસના વિસ્તારોના ગામમાં આવશ્યક વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહી હતી. જો કે ગ્રામજનોએ દુકાનો બંધ રાખી વહીવટી તંત્રને સાથ અને સહકાર આપ્યો હતો.

બીજી તરફ કચ્છના જખૌ બંદરે બિપોરજોય વાવાઝોડું ટકરાય તેવી શકયતા છે. જેને લઈને કચ્છના નવ ગામો સતર્કતાના પગલે સજજડ બંધ જોવા મળ્યા હતા. નખત્રાણા અને નલિયામાં દુકાનો સજ્જડ બંધ રહેતા લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે ગ્રામજનોએ દુકાનો બંધ રાખી વહીવટી તંત્રને સાથ અને સહકાર આપ્યો હતો.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 15, 2023 04:40 PM